Heat Stroke: ગરમીમાં હિટસ્ટ્રોકથી બચવું હોય તો આ 5 ફૂડને ડાયટમાં અચૂક કરો સામેલ, રહેશો તરોતાજા

1 /6 Summer Diet Tips: હાલ દેશના મોટાભાગના રાજ્યમાં હિટવેવથી લોકો ત્રાહિમામ છે. જેના કારણે લૂ લાગવાના કેસમાં વધારો થયો છે. આ સ્થિતિમાં એવું ડાયટ લેવું જોઇએ જે આપને અંદરથી લૂક, હાઇડ્રેઇટ રાખીને સન સ્ટ્રોકથી બચાવે 2 /6 તરબૂચ- તરબૂચમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે, જે તમને ઉનાળાના થાક અને હીટસ્ટ્રોકથી બચવામાં મદદ કરી શકે છે. તરબૂચમાં શરીર માટે મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોલાઇટ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે. તરબૂચમાં હાજર પોટેશિયમ અને એમિનો એસિડ મસલ્સ માટે ખૂબ સારા માનવામાં આવે છે. તરબૂચના રસમાં તકમરિયાના બીજ અથવા ફુદીનો ઉમેરવાથી તેના ઠંડકના ગુણો વધારો થાય છે. 3 /6 કાકડી-કાકડીમાં લગભગ 96% પાણી હોય છે. તેથી ઉનાળામાં તે સારું માનવામાં આવે છે. તે ડિહાઇડ્રેશનથી બચાવે છે અને થાક દૂર કરે છે. કાકડી શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે અને એનર્જી આપે છે. 4 /6 છાશ-છાશમાં હાઇડ્રેટિંગ, ડિટોક્સિફાઇંગ, પ્રોબાયોટિક અને રોગપ્રતિકારક શક્તિ વધારનારા ગુણધર્મો છે. તે વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ છે જે સૂર્યના સંપર્કમાં કલાકો પછી પણ તમારી ઊર્જા જાળવી રાખવામાં મદદ કરે છે. 5 /6 વરિયાળી – વરિયાળી ઠંડકની અસર ધરાવે છે. વરિયાળીનું પાણી હાઇડ્રેટેડ રાખવા સહિત આપની નર્વસ સિસ્ટમને દુરસ્ત રાખે છે. વરિયાળી પાચન માટે શ્રેષ્ઠ મસાલામાંથી એક માનવામાં આવે છે અને તમારા પેટને સ્વસ્થ રાખે છે. તે શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. વરિયાળીના પાણીમાં થોડા મેથીના દાણા પલાળીને પીવાથી શરીરનું તાપમાન ઓછું થાય છે. 6 /6 એપ્પલ સાઇડર વિનેગર – ગરમી શરીરમાં સોડિયમ અને પોટેશિયમના સ્તરને ઘટાડી શકે છે, તેથી એપ્પલ સાઇડર વિનેગર તેમને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ વિનેગરને થોડી માત્રામાં પાણીમાં થોડું મધ ભેળવીને પીવાથી ફાયદો થાય છે. આ પીણામાંથી શરીરને જરૂરી ઈલેક્ટ્રોલાઈટ્સ પણ મળે છે.

Published at : 26 May 2024 08:09 AM (IST)